Narmada Parikrama 10 Days Postponed : નર્મદા જિલ્લામાં આગામી તા.8/5/2024 સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલવાની છે. સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલાં જ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાં સ્થગિત કરાઈ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દસ દિવસ માટે સ્થગિત
- ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દસ દિવસ માટે સ્થગિત
- નર્મદા ડેમમાંથી ધસમસતું પાણી છોડવાનો નિર્ણય,
- નર્મદા નદીની સપાટી વધી શકે એટલે શ્રધ્ધાળુઓને સચેત કરાયા…
આ પાણીનો પ્રવાહ નર્મદા પરિક્રમા માટે ખાસ બનાવેલા કામચલાવ બ્રિજ પરથી જશે એવી શક્યતાઓ ઊભી થઈ હોય પરિક્રમાવાસીઓ માટે એક મોટું જોખમ ઉભું થાય છે. તેથી પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
પરિક્રમા માટે હંગામી પુલ બનાવ્યો છે તે બંધ કરવામાં આવ્યો
મધ્યપ્રદેશમાં વીજળી માગને લઈને ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી 29 એપ્રિલ 24ના સાંજના આઠ વાગ્યાથી પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો ત્રીસ હજાર ક્યુસેક સુધી થશે. નર્મદા DySP લોકેશ યાદવે જણાવ્યું હતું કે, અમારી પાસે મળતી માહિતી અનુસાર (rbph) રિવર હેડ પાવર હાઉસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના પાણીનું જળસ્તર વધી શકે છે. એટલે આ પરીક્રમા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. જેથી જે હંગામી પુલ બનાવ્યો છે તે બંધ કરવામાં આવ્યો છે.
હજારો પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા માટે માટે રામપુરા જઈ રહ્યા છે. તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો છે, એની ઉપરથી પાણી જવાની સંભાવના હોવાથી હાલ બ્રિજ બંધ કરાયો છે. જેથી સુરક્ષાને ધ્યાને લઈ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અટકાવી પરત મોકલવામાં આવી રહ્યા છે. નર્મદા પરિક્રમા હાલ સ્થગિત કરી ભક્તોને સાથ સહકાર આપવા તંત્રએ અપીલ કરી છે.